રમકડાં મેળો – 2021

વેળાવદર કન્યા પ્રા શાળા, તા : ગારિયાધાર, જિલ્લો : ભાવનગર

શિક્ષકનું નામ : કિરણભાઈ કે. માછી

રમકડાંનું નામ : શૈક્ષણિક ગાડું

( Educational cart)

કેટેગરી :

પ્રવર્તમાન દેશી રમકડાં/ રમતો

ક્રિયાશીલ ગતિશીલ રમકડાં

વિભાગ : 2 – પ્રાથમિક વિભાગ – ધોરણ 3 થી 5

વિષય :

પરંપરાગત ભારતીય રમકડાંને પુનઃ સ્વરૂપ

તાર્કિક ચિંતન સાથે ગમ્મત અને જ્ઞાન સર્જન

મુખ્ય ઉદેશો :

– ગમ્મત સાથે જ્ઞાન નું સર્જન કરવું
– બાળકોની સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવી
– હેન્ડી ક્રાફટ – દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવું

શ્રેણિક મૂલ્ય શૈક્ષણિક સંકલ્પના:

– સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ની મૌખિક સમજણ
– સંખ્યાઓની સરખામણી. નાની-મોટી, પહેલાની-પછીની સંખ્યા, વગેરે …
– શબ્દ કોયડા, શબ્દો ની સરખામણી ને આધારે સ્વમૂલ્યાંકન
– અંગ્રેજી સ્પેલિંગ અને તેના અર્થ કિવઝ

લક્ષ જૂથ – વયકક્ષા:

– પ્રાથમિક વિભાગ ધોરણ ૩ થી ૫

– આ કૃતિ ( શૈક્ષણિક ગાડું ) ધોરણ 3 થી 5 ની વય જુથના બાળકોને લક્ષ્યમાં રાખી તૈયાર કરેલ છે. તેમ છતાં થોડા ફેરફારો કરીયે તો અન્ય વયજૂથના બાળકો માટે પણ તેનો ઉપયોગ થઇ શકે તેમ છે

વપરાયેલ સામગ્રી:

આ કૃતિ માટે આજુબાજુના પર્યાવરણમાં મળતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

જેમકે …
– plywood ની પ્લેટ અથવા લાકડાના પાટીયા
– રંગીન કાગળ અથવા કલર
– બોલ્ટ – નટ અને સ્ક્રુ – ખીલી
– ફેવિકોલ અને અન્ય raw materials

નિર્માણ નો સમય :

આ રમકડું ( શૈક્ષણિક ગાડું ) એક કુશળ સુથાર એકથી દોઢ કલાકમાં બનાવી શકે છે. જો તમે સાધનો ની મર્યાદા સાથે પણ બનાવો તો બે થી ત્રણ કલાકનો સમય લાગી શકે.

નિર્માણ પ્રક્રિયા :

ડાયાગ્રામ – આકૃતિ :

Step : 1 :
સૌપ્રથમ એક પ્લાયવુડ ની પ્લેટ ને ગાડાં ના આકારમાં કાપવી.
માપ : ૨ થી ૨.૫ ફૂટ

Step : 2 :
ત્યારબાદ ગાડા માટે ચાર પૈડા તૈયાર કરવા

બે પૈડા, જેનો વ્યાસ ૧૫ સે.મી

બે પૈડા, જેનો વ્યાસ 17 સેમી

Step : 3 :
ગાડા પર પૈડાંએ લગાવવા ધરી એટલે કે એક્સલ બનાવવી. ( લાકડા અથવા મોટા નટ બોલ્ટ નો ઉપયોગ ધરી માટે કરી શકાય )

Step : 4 :
ગાડા નીચે એક્સલ ધરી લગાવવી.
અને 15 સેન્ટી મીટર વ્યાસ વાળા બે પૈડા આકૃતિમાં બતાવ્યા મુજબ લગાવવા.

Step : 5 :
વધેલા 17 સેન્ટીમીટર વ્યાસ ના બે પૈડાંને નીચેની આકૃતિ મુજબ વચ્ચેથી કાપવા.

Step : 6 :
કાપેલ પૈડાં ના એક-એક ભાગમાં જરૂરિયાત મુજબ બારી ( Window ) બનાવવી.

Step : 7 :
ઉપરોક્ત બંને પૈડા ને નીચેની આકૃતિ મુજબ ફેવિકોલ અથવા સ્ક્રૂ વડે લગાવવા.

Step : 8 :
છેલ્લે તમે જે શબ્દ રમત કે અંક પ્રક્રિયા માટે આ ગાડાં નો ઉપયોગ કરવાના છો તે પ્રમાણે ના શબ્દો કે અંકો પૈડાં પર કાગળ ચોંટાડી ને લખવા.

રમકડાંનો ઉપયોગ / પ્રક્રિયા:

બાળકોની બે ટીમ બનાવવી. આ બંને ટીમ બે લાઈનમાં બેસી જશે. વચ્ચે ગાડું ફેરવવા માટે યોગ્ય જગ્યા રાખવી. બંને ટીમના સભ્યો એક પછી એક દાવ લઈ ગાડું ફેરવશે. જ્યાં ગાડું સ્થિર થાય ત્યારે એક બાજુ ની બારી માં શબ્દ કે અંક દેખાશે તથા તેની બીજી બાજુએ તેનો જવાબ હશે.

જે ટીમને પ્રશ્ન કે કવીઝ આવી હશે તે જવાબ આપશે. સામેની ટીમ જવાબ સાચો છે કે ખોટો ચેક કરી જણાવશે. ફરી પાછો ગાડુ ફેરવવાનો દાવ બીજી ટીમનો અને બીજા વિદ્યાર્થી નો હશે. આમ રમત ગમ્મત આગળ વધશે. ( દરેક વખતે ગાડું ચોક્કસ અંક સાથે સ્થિર થશે નહિ એટલે વારંવાર બાળકો ને ગાડું ફેરવવાનો આનંદ આવશે. કંટાળાનો અનુભવ થશે નહિ )

Video

વિશેષતાઓ:

આ કૃતિ લાકડામાંથી બનાવેલ હોવાથી વધુ ટકાઉ અને સલામત છે. આશરે ચાર પાંચ-વર્ષ સહેલાઇથી ઉપયોગમાં લઈ શકાય.

બાળકો સરળતાથી કોઈની સહાયતા વગર કે વધારાના કોઈ જ્ઞાન વગર આ રમકડા ને રમી શકે છે.

બાળકો રમતા હોય ત્યારે કોઈની દેખરેખની પણ જરૂર રહેતી નથી

ગાડાના પૈડા ને બદલીને તમે વિષય અથવા રમતને બદલી શકો છો. બદલવાની પ્રક્રિયા બાળકો જાતે કરી શકે તેમ છે અને આ પ્રક્રિયામાં જ તાર્કિક સર્જનાત્મકતાનો વિકાસ થાય છે.

નકામા લાકડા અને પ્લાયવુડ ના ટુકડા નો ઉપયોગ કરીને ખર્ચમાં ઘટાડો કરી શકાય છે

અંદાજીત ખર્ચ બસોથી અઢીસો રૂપિયા છે

બનાવવાની પ્રક્રિયા પણ સરળ છે. બાળકો જાતે પણ તૈયાર કરી શકે પ્રક્રિયાને સમજી શકે છે.

થર્મોકોલ અને પુઠ્ઠા માંથી પણ આ કૃતિ બનાવી શકાય પણ તેનું ટકાઉપણું માર્યાદિત હોય.

આભાર – ધન્યવાદ …

COPYRIGHT © 2021 – KIRANBHAI K. MACHHI

Video Status Info :

  • Video Status Nameedu-cart-by-kk-machhi
    Download Free Downloads
    Description
    File SizeERROR Mp4 ( Full Hd )
    Video View6 Total
    In Fo